ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ની ચીમકી ,ડાયમંડ બુર્સ ના ઉદઘાટન પહેલા રત્નકલાકારોની માંગણી પુરી કરો*
😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
*ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ની ચીમકી ,ડાયમંડ બુર્સ ના ઉદઘાટન પહેલા રત્નકલાકારોની માંગણી પુરી કરો*
સુરત 27 ઓક્ટોબર
કાંતિલાલ માંડોત
હીરાઉદ્યોગમાં ભારે મંદી ના કારણે હજારો રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને પ્રોડક્શન કાપ ના કારણે રત્નકલાકારોના પગાર મા 30% થી 50% સુધી નો જંગી ઘટાડો નોંધાયો છે ઘણા નાના મોટા કારખાના બંધ થયા છે અને ઘણી જગ્યા એ વેકેશન પણ વહેલા પડી ગયા છે અને ક્યારે ખુલશે તેની પણ તારીખો જાહેર કરવા માં આવી નથી જેના કારણે હજી પરિસ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા છે
મોંઘવારી વધી રહી છે અને પગાર ઘટવા ના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટ મા ફસાઈ ગયા છે અને ઘર ગુજરાન ચલાવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે અને આર્થિક સંકટ મા મુકાયેલા રત્નકલાકારો આપઘાત કરવા મજબૂર બની રહ્યા છે સુરત શહેર મા છેલ્લા પાંચ મહિના મા અંદાજે 30 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે ત્યારે અમે મુખ્યમંત્રી અને કામ રોજગાર મંત્રી ને રત્નકલાકારોની સમસ્યાઓ બાબતે વાકેફ કર્યા છે પરંતુ રત્નકલાકારો ની સમસ્યા સમાધાન થયું નથી.
ત્યારે સુરત ખાતે બનાવવા મા આવેલ ડાયમંડ બુર્સ ના ઉદઘાટન પહેલા રત્નકલ્પકારોની સમસ્યા ઉકેલવા મા આવે એવી અમારી લાગણી અને માંગણી છે કેમ કે હીરાઉદ્યોગ રત્નકલાકારો ની મહેનત ધગશ પરિશ્રમ થકી ચમકદાર બન્યો છે ત્યારે તેમનું ભવિષ્ય હોઈ તે બાબત ખુબ ગંભીર છે
હીરાઉદ્યોગ ના રત્નકલાકારો ની માંગણીઓ છે
1આર્થિક પેકેજ જાહેર કરો
2રત્નદીપ યોજના શરૂ કરો
3વ્યવસાય વેરો નાબૂદ કરો
4આપઘાત કરતા રત્નકલાકારો ના પરિવારો ને આર્થિક મદદ કરો
5રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ની રચના કરો
ઉપરોક્ત માંગણીઓ નો ત્વરીત ઉકેલ લાવવા મા આવે એવી અમારી લાગણી અને માંગણી
Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space