હીરા બુર્સ ના ઉદ્ઘાટન પહેલા રત્નકલાકારો ની આર્થિક પેકેજ જાહેર કરવા જિલ્લા કલેકટર ને આવેદન પાઠવામાં અબ્યુ*
😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
*હીરા બુર્સ ના ઉદ્ઘાટન પહેલા રત્નકલાકારો ની આર્થિક પેકેજ જાહેર કરવા જિલ્લા કલેકટર ને આવેદન પાઠવામાં અબ્યુ*
સુરત 11 ડિસેમ્બર
કાંતિલાલ માંડોત
હીરાઉદ્યોગ મા દિવાળી પછી વાતાવરણ સુધરવા ની શક્યતા પણ લાગતી નથી કેમ કે મોટા ભાગ ના કારખાના હજી પણ બંધ છે અને જે ખુલ્યા છે ત્યાં પણ ભાવ ઘટાડવાની તથા સ્ટાફ ઘટાડી રત્નકલાકારો ને છુટા કરવા ની ફરિયાદો મળી રહી છે દિવાળી પહેલા થી જ મોટી સંખ્યામાં કારીગરો બેરોજગાર છે ત્યારે જો સ્થિતિ સુધરશે નહી તો હજી વધુ રત્ન કલાકારો બેરોજગાર થશે
ત્યારે આજે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના આગેવાનો દ્વારા સુરત જિલ્લા કલેકટરશ્રી મારફતે દેશ ના પ્રધાન મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી આવેદન પત્ર પાઠવી રજુઆત કરવા મા આવી છે કે સુરત ડાયમંડ બુર્સ ના ઉદઘાટન પહેલા રત્નકલાકારો ની માંગણીઓ પૂરી કરો નહિતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ની ફરજ પડશે અને યુનિયન દ્વારા ઉપવાસ આંદોલનની પરવાનગી પણ કમિશનરશ્રી પાસે થી માંગવા મા આવી છે
સુરત ખાતે તારીખ:-17/12/2023 ના રોજ સુરત ડાયમંડ બુર્સ નુ ઉદઘાટન માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવા મા આવનાર છે ત્યારે હીરાઉદ્યોગ ના રત્નકલાકારો ની (1) આર્થિક પેકેજ જાહેર કરો (2) રત્નદીપ યોજના જાહેર કરો (3) વ્યવસાય વેરો નાબુદ કરો (4) આપધાત કરતા રત્નકલાકારો ના પરિવારો ને આર્થિક મદદ કરવા ની માંગ કરવા મા આવી છે કેમ કે સુરત મા છેલ્લા પાંચ મહિના મા 30 રત્ન કલાકારો એ આપઘાત કરી લીધા છે
Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space