મહારાણા પ્રતાપ પ્રા. શા. ક્ર. 272 અને ઇશ્વર પેટલીકર કન્યા શા.ક્ર. 16 – નાના વરાછામાં શહીદ પરિવારનું સમર્પણભાવથી અભિવાદન કરાયું*
|
😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
*મહારાણા પ્રતાપ પ્રા. શા. ક્ર. 272 અને ઇશ્વર પેટલીકર કન્યા શા.ક્ર. 16 – નાના વરાછામાં શહીદ પરિવારનું સમર્પણભાવથી અભિવાદન કરાયું*
રાજેશ ધામેલીયા
સુરત 26 જુલાઈ 25
જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા દર વર્ષે શહીદ પરિવારોનું સમર્પણભાવથી અભિવાદન કરીને કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે, તે અંતર્ગત છેલ્લાં ઘણાં વર્ષોથી શહીદ પરિવારજનોનું સન્માન કરવાનો અવસર મહારાણા પ્રતાપ પ્રા. શા. ક્ર.- 272 અને ઇશ્વર પેટલીકર કન્યા શા.ક્ર. 16 પરિવારને મળે છે. આ વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન અપ્રતિમ વીરતા દાખવીને પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર રામબાબુ રામવિચારસિંહના પરિવારજનોને અભિવાદિત કરવાનો અવસર શાળા પરિવારને મળ્યો હતો. વીર સિપાહી રામબાબુના સસરા સુભાષચંદ્ર શર્મા અને સાસુ રીતાદેવી શર્માનું અભિવાદન શ્રી મિતેશભાઈ પ્રજાપતિ (આચાર્યશ્રી, શા.ક્ર. 272), શ્રીમતી વૈશાલીબહેન સુતરિયા (આચાર્યાશ્રી શા.ક્ર. 16), તેમજ જય જવાન નાગરિક સમિતિના સભ્યો શ્રી રમેશભાઈ વાઘાણી, શ્રી કાળુભાઈ સભાડિયા, શ્રી પ્રવીણભાઈ ધડુક, શ્રી પ્રકાશભાઈ સભાડિયા, શ્રી બાબુભાઈ ગોંડલિયાએ અને વિદ્યાર્થિનીઓએ કર્યું હતું.
વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ખીલે તેવા ભાવ સાથે યોજાતા આ કાર્યક્રમમાં વીર શહીદનો વીડિયો દર્શાવવામાં આવ્યો હતો. શ્રી સુભાષચંદ્ર શર્માએ સન્માન બદલ પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ શહીદ પરિવારનું અભિવાદન કરવાનો અવસર આપવા બદલ જય જવાન નાગરિક સમિતિનો તેમજ શહીદ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ કર્યું હતું.
બંને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ભેટ શહીદાંજલિમાં જમા કરાવે છે. આ વર્ષે ઇશ્વર પેટલીકર કન્યા શા.ક્ર. 16ની વિદ્યાર્થિનીઓએ 2,70,000 અને મહારાણા પ્રતાપ પ્રા. શા. ક્ર.- 272ના વિદ્યાર્થીઓએ 1,35,000ની ધનરાશિ જય જવાન નાગરિક સમિતિ – સુરતને સાદર અર્પણ કરી હતી.
|
Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space
आणखी कथा





