બાળકની માસૂમયિતનો ગેરલાભ લઈને વાલીઓ સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે-ભાગ્યેશ જહાં

😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
*શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ની શતાબ્દી ગોષ્ઠીના બીજા દિવસે સાબરમતી આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠમાં પ્રેરક વક્તવ્યો યોજાયાં*
*“બાળકની માસૂમયિતનો ગેરલાભ લઈને વાલીઓ સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે-ભાગ્યેશ જહાં
રાજેશ ધામેલિયા
અમદાવાદ 17મી મેં
શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ની શતાબ્દી (100મી) ગોષ્ઠીના બીજા દિવસે પૂજ્ય ગાંધી બાપુની તપોભૂમિ સાબરમતી આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠમાં ખૂબ પ્રેરણાદાયી અને આનંદદાયી વક્તવ્યો યોજાયાં, જેનો સૌ સમન્વયસાથીઓએ અનેરો આનંદ માણ્યો હતો.
ચાર દિવસીય શતાબ્દી ગોષ્ઠીના આજે બીજા દિવસે સાબરમતી આશ્રમનાં કાર્યક્રમનો શુભારંભે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાન કરવામાં આવ્યું. શ્રી અતુલભાઈ પંડ્યાએ પૂજ્ય ગાંધીબાપુનાં જીવન અને સાબરમતી આશ્રમ વિશે ખૂબ સુંદર માહિતી આપી હતી.
આ પ્રસંગે શ્રી મનસુખભાઈ સલ્લાએ જણાવ્યું હતું કે, “આપણે ભારત વિશ્વગુરુ બને તેવાં સ્વપ્નાંઓ જોઈ રહ્યાં છીએ. આ કાર્ય ઉત્તમ શિક્ષણ દ્વારા જ સાકાર થશે. રાષ્ટ્રના ઘડતરમાં સૌથી ભૂમિકા શિક્ષકની છે.
જ્ઞાનપીઠ પુરુસ્કૃત, પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, “ગાંધીજીએ વિવિધ ક્ષેત્રોમાં જે પ્રદાન કર્યું છે તેને વિશ્વ ક્યારેય ભૂલી શકશે નહીં. ગાંધીજીએ શિક્ષણ વિષયક વિચારો – નઈ તાલીમમાં જે આપ્યા છે, તેનો સ્વીકાર રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. સૌ સમન્વયસાથીઓએ સાબરમતી આશ્રમનું દર્શન કરવાનો આનંદ માણ્યો હતો.આજની બીજી બેઠક ‘ગૂજરાત વિદ્યાપીઠ’ ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે શ્રી ભરતભાઈ જોશીએ જણાવ્યું હતું કે, “કાવ્યશિક્ષણ દ્વારા સંવેદનાનું શિક્ષણ આપી શકાય. જીવનમાં પરિશ્રમ અને સંઘર્ષનું મહત્ત્વ જરૂરી છે. ભટકતાં ભટકતાં પહોંચે છે તે જ શીખે છે. શિક્ષણ એ ભીતરનો ખજાનો છે. ગાંધીજીના કેન્દ્રમાં સમગ્ર વિશ્વના માનવીઓ હતા.” શ્રી ડૉ. દલપતસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, “સંતો જેવી કોઈ યુનિવર્સિટી નથી, તેઓ વિચારતા વિશ્વ વિદ્યાલયો છે. ભગવાન પાસે બુદ્ધિથી નહીં, પણ ભાવથી જઈ શકાય છે.” શ્રી ડૉ. ભાગ્યેશભાઈ જ્હાએ પોતાની આગવી રસાળ શૈલીમાં કહ્યું હતું કે, “શિક્ષક વર્ગખંડમાં હસતો હસતો જવો જોઈએ. અંગ્રેજી ભાષા જરૂર શીખવી જોઈએ, પણ માતૃભાષાના ભોગે નહીં. બાળકની માસૂમયિતનો ગેરલાભ લઈને વાલીઓ સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે.
બીજા દિવસની બંને બેઠકમાં વક્તાઓ મન મૂકી વરસ્યા હતા, આથી સૌને અનેરા આનંદની અનુભૂતિ થઈ હતી.

Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space
