ખાનગી ટ્રાવેલ્સ ના ભાવો અંકુશ માં લેવા માટે જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનર ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું*

😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
*ખાનગી ટ્રાવેલ્સ ના ભાવો અંકુશ માં લેવા માટે જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપવામાં આવ્યું*
સુરત 30 ઓકટોબર
કાંતિલાલ માંડોત
હીરાઉદ્યોગ મા મંદી ના કારણે હજારો રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને જે કારખાના 24 કલાક ધમધમતા હતા તે કારખાના ઓ મા અઠવાડીયા મા બે રજા આવતી હતી અને સવારે 9 થી 5 નો સમય થઈ ગયો હતો જેની સીધી અસર રત્ન કલાકારો ના પગાર ઉપર પડી હતી અને કારીગરો ના પગાર 30% થી 50% સુધી ઘટી ગયા હતા અને ઘણા કારખાના પણ બંધ થઈ ગયા હતા
દિવાળી વેકેશન પણ વહેલા પડી ગયા છે અને રત્નકલાકારો ભારે આર્થિક સંકટ મા ફસાઈ ગયા છે ત્યારે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો માનવીય અભિગમ દાખવી સામાન્ય માણસ ને પરવડે તેવા ભાડા રાખે એવી અમારી માંગણી છે ઘણી જગ્યા એ અમને એવી માહીતી મળી છે કે ખાનગી ટ્રાવેલ્સ મા સિંગલ સોફા ના ભાવ 700 અને ડબલ સોફા ના ભાવ 1400 રૂપિયા અત્યારે લેવા મા આવે છે અને હજી એ ભાવ વધશે એવી અમને માહીતી મળી છે
આજે અમે સુરત જિલ્લા કલેકટર શ્રી અને પોલીસ કમિશનર શ્રી ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે ખાનગી ટ્રાવેલ્સ ના ભાવો અંકુશ મા લેવા મા આવે અને તે ભાવો સામાન્ય રત્નકલાકારો ને પોષાય તે મુજબ રાખવા મા આવે અને કોઈ ભાડા વધારી બેફામ લૂંટ ચલાવે અથવા સરકાર ના ટ્રાફિક નિયમો નુ ઉલંઘન કરે તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મા આવે એવી અમારી માંગણી છે
ગૂજરાત સરકાર દ્વારા રત્નકલાકારો માટે 2200 એસ,ટી બસો ની ફાળવણી કરવા મા આવી છે જેથી અમે દરેક રત્નકલાકારો ને અપીલ કરીએ છીએ કે આપણે વધુ મા વધુ એસ,ટી બસ નો ઉપયોગ કરીએ સાથે અમે ખાનગી ટ્રાવેલ્સ ના વિરોધી નથી પરંતુ હીરા મા મંદી હોવાના કારણે રત્નકલાકારો પાયમાલ થઈ ગયા છે ત્યારે તેમને લૂંટવા ને બદલે તેમની પ્રત્યે સંવેદના અને માનવીય અભિગમ દાખવી ભાડા લેવા જોઈએ એવુ અમારુ સ્પષ્ટ માનવુ છે

Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space
