રત્નકલાકારો ના બાળકો ને શિક્ષણ ફી બાબતે પાંચ હજાર રૂપિયા ની આર્થિક સહાય કરવા મા આવ્યો*

😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
*રત્નકલાકારો ના બાળકો ને શિક્ષણ ફી બાબતે પાંચ હજાર રૂપિયા ની આર્થિક સહાય કરવા મા આવ્યો*
સુરત 7 નવેમ્બર
કાંતિલાલ માંડો
છેલ્લા ઘણા સમય થી હીરાઉધોગ ના રત્નકલાકારો મંદી મા ફસાયા છે જેના કારણે ઘણા રત્નકલાકારો ને પોતાના બાળકો ની શિક્ષણ ફી ભરવા મા તકલીફ પડી રહી છે જેથી અમે ડાયમંડ ઇન્સ્ટિટયૂટ ના ચેયરમેન દિનેશભાઈ નાવડીયા અને જી,જે,ઈ,પી,સી,ના રિજયોનલ ચેરમનશ્રી વિજયભાઈ માંગુકીયા ને જાણ કરી હતી તેમની તેમના સાથ અને સહકાર થી અમે જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન-મુંબઈ ને જાણ કરી હતી
જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન-મુંબઈ 150 કારીગરો ને પાંચ પાંચ હજાર રૂપિયા ની આર્થિક મદદ કરવા ની બાંહેધરી આપી હતી જેથી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના રમેશભાઈ જીલરીયા અને ભાવેશભાઈ ટાંક હરી મારાજ તથા પૂરી ટીમ દ્વારા અતિ જરૂરિયાતમંદ રત્નકલાકારો નો સર્વે હાથ ધર્યો હતો અને 150 રત્નકલાકારો નો સર્વે કરી એનો ડેટા ફાઉન્ડેશન ને સોંપવા મા આવ્યો હતો
દિનેશભાઈ અને વીજયભાઈ ના સાથ સહકાર થી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ની મહેનત થી નાત જાત ના ભેદભાવ વગર પારદર્શક સર્વે કરવા મા આવ્યો હતો જેથી જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન ના આર્થીક સહયોગ થી 150 રત્નકલાકારો ને બાળકો ની શિક્ષણ ફી મા રાહત રહે એવા હેતુ થી પાંચ પાંચ હજાર રૂપિયા નો આર્થિક સહયોગ કરવા મા આવ્યો છે અને 150 રત્નકલાકારો ના ખાતા મા સીધા રૂપિયા જમા કરાવવા મા આવ્યા છે
હીરાઉધોગ ના અતિ જરૂરીયાતમંદ રત્નકલાકારો ને 7,50 લાખ રૂપિયા ની આર્થિક મદદ કરવા બદલ અમે જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન-મુંબઇ તથા પૂર્વ ચેરમેન સંજયભાઈ કોઠારી,વર્તમાન ચેરમેન પ્રવીણશંકર પંડ્યા ,ટ્રસ્ટી શ્રીભરતભાઈ કાકડીયા,અશોકભાઈ ગજેરા,શ્રીરાજુભાઈ માલદાર તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ ના અમે ખૂબ ખૂબ આભારી છીએ

Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space
आणखी कथा
