સમન્વય શબ્દના દેવ શિવ છે. શિવના આસનના ત્રણ પાયા છે સંવાદ, સ્વીકાર અને સંવેદના – પૂજ્ય મોરારિબાપુ*
😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ની ચાર દિવસીય શતાબ્દી ગોષ્ઠીનો સરદારધામ- અમદાવાદ ખાતે શુભારંભ થયો*
*સમન્વય શબ્દના દેવ શિવ છે. શિવના આસનના ત્રણ પાયા છે સંવાદ, સ્વીકાર અને સંવેદના – પૂજ્ય મોરારિબાપુ*
રાજેશ ધામેલિયા
અમદાવાદ16મી મેં
શિક્ષણ સંવર્ધન અભિયાનની શતાબ્દી ગોષ્ઠીનો શુભારંભ પૂજ્ય મોરારિબાપુ, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી ગગજીભાઈ સુતરિયા, શ્રી વલ્લભભાઈ સવાણી વગેરે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ થયો.
પ્રથમ બેઠકના પ્રારંભે સરસ્વતી વંદના કરવામાં આવી. અગાઉ યોજાયેલી 99 ગોષ્ઠીના યજમાનશ્રીઓનું સરસ્વતી માતાની મૂર્તિ, પુસ્તકો વગેરેથી માનવંતા મહેમાનોના વરદ હસ્તે ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું. શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને શ્રી અજય કુમાર તોમર (પૂર્વ પોલીસ કમિશનર-સુરત), ગગજીભાઈ સુતરિયા વગેરેએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.આજની બીજી બેઠકમાં વિશ્વ વંદનીય સંત શ્રી મોરારિબાપુ પધાર્યા હતા. સમન્વયની 100મી સ્મરણિકા : ‘સહયાત્રા’નું તેમજસમન્વયસાથીઓએ લખેલાં પુસ્તકોનું પૂજ્ય બાપુના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું અને ગોષ્ઠીના યજમાનશ્રીઓને બાપુના વરદ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું. સમન્વયના મુખ્ય સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી અને પૂર્વ મુખ્ય સંયોજક શ્રી નર્મદભાઈ ત્રિવેદીનું સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ અભિવાદન કરવામાં આવ્યું.
આ પ્રસંગે પૂજ્ય મોરારિબાપુએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, “સમન્વય શબ્દ મંત્ર સમાન છે, તેના દેવ શિવ છે. શિવના આસનના ત્રણ પાયા છે .સંવાદ, સ્વીકાર અને સંવેદના. અન્ય ત્રણ પાયા : સત્ય, પ્રેમ, કરુણા પણ કહી શકાય. શિક્ષકનું કાર્ય સંવાદ કરવાનું છે. વિનોબા ભાવેએ ધર્મ અને વિજ્ઞાન વિશે સરસ વાત કહી છે .વિજ્ઞાન ગતિ કરાવી શકે છે. ધર્મ કઈ દિશામાં ગતિ કરવી એ દર્શાવે છે.
સમગ્ર કાર્યક્રમમાં અનેક મહાનુભાવો, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space