*ગુજરાતી ભાષાની જોડણીના નિયમો ખૂબ સહેલા છે. નાના નાના નિયમો સમજવાથી હજારો શબ્દોની જોડણી સહેલાઈથી શીખી શકીએ છીએ. – રાજેશ ધામેલિયા*
😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
*વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઓફ એજ્યુકેશનમાં ‘ભાષા પંચામૃત’ પરિસંવાદ યોજાયો*
*ગુજરાતી ભાષાની જોડણીના નિયમો ખૂબ સહેલા છે. નાના નાના નિયમો સમજવાથી હજારો શબ્દોની જોડણી સહેલાઈથી શીખી શકીએ છીએ. – રાજેશ ધામેલિયા*
કાંતિલાલ માંડોત
સુરત 13
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ સંલગ્ન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી.ચોકસી કૉલેજ ઓફ એજ્યુકેશન – સુરતના તાલીમાર્થીઓ માટે આજે ‘ભાષા પંચામૃત પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અભ્યાસકેન્દ્રના કો-ઓર્ડિનેટર શ્રી ડૉ. પ્રવીણચંદ્ર પરમાર સાહેબે આજના માર્ગદર્શક શ્રી રાજેશકુમાર ધામેલિયા અને શ્રી હિંમત પંચાલનો પરિચય આપ્યો હતો અને પ્રાસંગિક વાત કરી હતી. તાલીમાર્થીઓ દ્વારા માર્ગદર્શકશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
આ પરિસંવાદમાં ‘માતૃભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાન’ના સંવાહક શ્રી રાજેશ ધામેલિયાએ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. રોજબરોજમાં વપરાતાં ગુજરાતી અને અંગ્રેજી વાક્યોનું લેખન કરાવીને તેમાં કેવી – કેવી ભૂલો થાય છે, તે અંગે ધ્યાન દોર્યું હતું. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતી ભાષાને સાચી રીતે પ્રયોજી શકીએ તે માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરી હતી. જોડણીના નિયમો વિવિધ ઉદાહરણો દ્વારા સરળ રીતે સમજાવ્યા હતા. સંવાદરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓ દ્વારા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેના સંતોષકારક ઉત્તરો પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષાની જોડણીના નિયમો ખૂબ સહેલા છે. નાના નાના નિયમો સમજવાથી હજારો શબ્દોની જોડણી સહેલાઈથી શીખી શકીએ છીએ. માતૃભાષામાં પ્રભુત્વ મેળવવાથી વિશ્વની કોઈ પણ ભાષા શીખવી આસાન થઈ જાય છે. ગુજરાતી જોડણીના નિયમો અને અંગ્રેજી સ્પેલિંગ તેમજ વ્યાકરણના નિયમોમાં પણ ઘણી સમાનતા છે. આથી સાચું ગુજરાતી શીખવાથી અંગ્રેજી શીખવું સરળ થઈ જશે. શ્રી હિંમત પંચાલે ભારત દેશમાં અત્યાર સુધીમાં આવેલ શિક્ષણપંચ વિશે મહત્તપૂર્ણ વાત કરી હતી.
Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space