*વન્સ અગેન ઍડ્વેન્ચર દ્વારા ડોડીતાલ અને દરવાટોપ – ઉત્તરાખંડમાં ટ્રેકિંગ કૅમ્પનું આયોજન કરાયું*
😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
**વન્સ અગેન ઍડ્વેન્ચર દ્વારા ડોડીતાલ અને દરવાટોપ – ઉત્તરાખંડમાં ટ્રેકિંગ કૅમ્પનું આયોજન કરાયું*
કાંતિલાલ માંડોત
સુરત 7 જૂન
એક દિવસમાં 14 કિલોમીટર પગપાળા ચાલીને 13448 ફૂટની ઊંચાઈ સુધીનું ચઢાણ કર્યું.*
યુવાનોમાં સાહસિકવૃત્તિ કેળવાય અને પ્રકૃતિનું મહત્ત્વ તે માટે વન્સ અગેન ઍડ્વેન્ચરના સંચાલિકા હેતલ ધામેલિયા દ્વારા હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં નિયમિત રીતે ટ્રેકિંગ કૅમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તા. 28-05-2024 થી 07-06-2024 દરમિયાન વન્સ અગેન ઍડ્વેન્ચર દ્વારા ડોડીતાલ અને દરવાટોપ – ઉત્તરાખંડમાં ટ્રેકિંગ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 28-05-2024ના રોજ સુરતથી કૅમ્પનો પ્રારંભ થયો. સુરતથી હરિદ્વાર અને ત્યાંથી અસ્સી ગંગા અને ભાગીરથીના સંગમસ્થાન ગંગોરી ગયાં. ત્યાં પવિત્ર નદીમાં સ્નાન કરવાનો આનંદ માણ્યો.
ત્રીજા દિવસે શ્રી ગણેશજીનું પ્રાગટ્ય સ્થાન – ડોડીતાલ, જે સમુદ્ર સપાટીથી 13448 ફૂટની ઊંચાઈ પર આવેલું ત્યાં જવા માટે નીકળ્યાં. અગોડામાં ગામે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું. ચોથા દિવસે અનેરા આનંદ અને ઉત્સાહ સાથે અગોડા ગામથી 14 કિલોમીટર પગપાળા ટ્રેક માટે નીકળી પડ્યાં. સુરતમાં પગપાળા ચાલવાનું ઓછું થતું હોવાથી 14 કિલોમીટર ચાલવું ખૂબ કપરું કાર્ય હતું; પરંતુ આ ટ્રેક દરમિયાન ખળખળ વહેતાં ઝરણાંનું સૌંદર્ય, ઊંચાં ઊંચાં વૃક્ષો, ઊંડી ઊંડી ખીણો વગેરે નિહાળવાનો અવિસ્મરણીય લહાવો મળતાં અનેરા આનંદની અનુભૂતિ થઈ હતી. સાંજના સમયે ડોડીતાલ પહોંચ્યાં. ડોડીતાલ (તળાવ)ની ઊંડાઈ હજી સુધી કોઈ માપી શક્યું નથી એવું કહેવાય છે. અહીં પ્રાચીન મંદિરમાં દર્શન આપતા શ્રી ગણેશજીનાં દર્શન કર્યાં. રાત્રિના સમયે વરસાદે ધડબડાટી બોલાવી હતી, ટેન્ટમાં રહીને વરસાદી માહોલ પણ માણ્યો હતો.
પછીના દિવસે દરવાટોપ ટ્રેક પર ગયા, ત્યાં બરફ મળી આવતા આનંદમાં વૃદ્ધિ થઈ હતી. અદ્ભુત કુદરતી સૌંદર્ય ધરાવતા ડોડીતાલમાં બે દિવસ આનંદ માણ્યો.
ત્યાર પછીના દિવસે અગોડા આવવા નીકળ્યાં. રસ્તામાં માંજી ગામ આવ્યું, અહીંના લોકોની પરિસ્થિતિ જાણવા વાતચીત કરી હતી.
ટ્રેકની સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી હૃષીકેશમાં અને હરિદ્વારમાં રાફટિંગ અને દર્શનનો આનંદ માણ્યો હતો. આ ટ્રેકમાં રાજેશ ધામેલિયા, વિશાખા, ઈશિતા, હેત, અભય, પાર્થ, પ્રિન્સ, ધીરજ, બકુલ વગેરેએ ભાગ લીધો હતો.
Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space