અંગ્રેજી સ્પેલિંગ કરતાં ગુજરાતી જોડણી અઘરી છે, આ ખોટી માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે* – રાજેશ ધામેલિયા
😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
- *.વસિષ્ઠ વિદ્યાલય – વાવ, સુરતમાં ‘ભાષાપંચામૃત’ પરિસંવાદ યોજાયો
*અંગ્રેજી સ્પેલિંગ કરતાં ગુજરાતી જોડણી અઘરી છે, આ ખોટી માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે* – રાજેશ ધામેલિયા
કાંતિલાલ માંડોત
સુરત 8 જૂન
આજ રોજ વસિષ્ઠ વિદ્યાલય – વાવ, સુરત ખાતે શિક્ષકો માટે ‘ભાષાપંચામૃત’ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવ્યો. પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી અશ્વિનભાઈ કરકરે આજના માર્ગદર્શક શ્રી રાજેશકુમાર ધામેલિયાનો પરિચય આપ્યો હતો અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આ પરિસંવાદમાં ‘માતૃભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાન’ના સંવાહક શ્રી રાજેશકુમાર ધામેલિયાએ ભાષાપંચામૃત : ‘વિચારપ્રેરક પ્રશ્નોત્તરી’, ‘સ્વ-મૂલ્યાંકન (ગુજરાતી-અંગ્રેજી)’, ‘સાચી જોડણી તેમજ અંગ્રેજી સ્પેલિંગ સહેલાઈથી યાદ રાખવાની પ્રયુક્તિઓ’, ‘ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ’, ‘લેખનશુદ્ધિ – અનુસ્વારનું શિક્ષણ’ વિષય પર વિવિધ ઉદાહરણો દ્વારા સમજૂતી આપી હતી. રોજબરોજમાં વપરાતાં ગુજરાતી અને અંગ્રેજી વાક્યોનું લેખન કરાવીને તેમાં કેવી – કેવી ભૂલો થાય છે, તે અંગે ધ્યાન દોર્યું હતું. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતી ભાષાને સાચી રીતે પ્રયોજી શકીએ તે માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરી હતી. જોડણીના નિયમો વિવિધ ઉદાહરણો દ્વારા સરળ રીતે સમજાવ્યા હતા. આ પ્રસંગે શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતી ભાષાની જોડણીના નિયમો ખૂબ સહેલા છે. નાના નાના નિયમો સમજવાથી હજારો શબ્દોની જોડણી સહેલાઈથી શીખી શકીએ છીએ. માતૃભાષામાં પ્રભુત્વ મેળવવાથી વિશ્વની કોઈ પણ ભાષા શીખવી આસાન થઈ જાય છે. ગુજરાતી જોડણીના નિયમો અને અંગ્રેજી સ્પેલિંગ તેમજ વ્યાકરણના નિયમોમાં પણ ઘણી સમાનતા છે. આથી સાચું ગુજરાતી શીખવાથી અંગ્રેજી શીખવું સરળ થઈ જશે. અંગ્રેજી સ્પેલિંગ કરતાં ગુજરાતી જોડણી અઘરી છે, ખોટી માન્યતામાંથી બહાર આવવાની જરૂર છે.”
સેમિનારને અંતે શિક્ષકોએ લેખિત પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “આજના સેમિનારમાં ખૂબ સારી એવી જોડણીના નિયમોની માહિતી મળી. સાચી જોડણી સહેલાઈથી શીખી શકીએ તેવી પ્રયુક્તિઓ જાણવા મળી.”
આ સેમિનાર યોજવા માટે શાળાના ચેરમેનશ્રી રમણીકભાઈ ડાવરિયા, ડાયરેક્ટરશ્રી વિજયભાઈ ડાવરિયા અને રવિભાઈ ડાવરિયાએ પ્રેરણા આપી હતી. એજ્યુકેશનલ એડવાઈઝરશ્રી ડૉ. પરેશભાઈ સવાણીએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી અશ્વિનભાઈ કરકર, માધ્યમિક વિભાગના સુપરવાઇઝરશ્રી પ્રજ્ઞેશભાઈ ઠાકોર અને પ્રાથમિક વિભાગના સુપરવાઇઝરશ્રી તેજલબેન ફરમાકર વગેરે તેમજ બાલભવન અને ધોરણ : 1 થી 9ના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space