नमस्कार 🙏 हमारे न्यूज पोर्टल - मे आपका स्वागत हैं ,यहाँ आपको हमेशा ताजा खबरों से रूबरू कराया जाएगा , खबर ओर विज्ञापन के लिए संपर्क करे 9974940324 8955950335 ,हमारे यूट्यूब चैनल को सबस्क्राइब करें, साथ मे हमारे फेसबुक को लाइक जरूर करें , શિક્ષણ સંવર્ધન અભિયન ‘સમન્વય’ની શતાબ્દી (100મી) ગોષ્ઠી સરદારધામ- અમદાવાદ ખાતે અનેરા ઉત્સાહથી યોજાશે* – भारत दर्पण लाइव

શિક્ષણ સંવર્ધન અભિયન ‘સમન્વય’ની શતાબ્દી (100મી) ગોષ્ઠી સરદારધામ- અમદાવાદ ખાતે અનેરા ઉત્સાહથી યોજાશે*

😊 कृपया इस न्यूज को शेयर करें😊

*શિક્ષણ સંવર્ધન અભિયન ‘સમન્વય’ની શતાબ્દી (100મી) ગોષ્ઠી સરદારધામ- અમદાવાદ ખાતે અનેરા ઉત્સાહથી યોજાશે*
કાંતિલાલ માંડોત
સુરત15મી મેં
શિક્ષણ ક્ષેત્રે આગવી ભાત પાડતું, વિશિષ્ટ પ્રતિભા નિર્માણ કરતું અને ગૌરવવંતું સ્થાન ધરાવતું રાજ્ય વ્યાપી અભિયાન એટલે શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’. આ અભિયાનની શરૂઆત સ્વ. પી.એમ. પરમાર સાહેબ (નિયામકશ્રી, જી.સી.ઈ.આર.ટી.), સ્વ.ડૉ. હરિભાઈ પટેલ, વગેરે શિક્ષણ ક્ષેત્રે ચિંતન-મનન કરનારા મહાનુભાવોએ સાથે મળીને તા. 23-12-1989ના રોજ ડભોઈ ખાતે કરી હતી. દર વર્ષે ત્રણ-ચાર ગોષ્ઠી યોજાતી. ચાર દિવસીય શતાબ્દી (100મી) ગોષ્ઠી તા.16-05-2024 થી 19-05-2024 દરમિયાન સરદારધામ-અમદાવાદ ખાતે યોજાનાર છે. આ પ્રસંગે સંત શ્રી મોરારિબાપુ, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા (રાજ્યસભાના સાંસદ અને પ્રેરક), પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી, શ્રી ગગજીભાઈ સુતરિયા, શ્રી ભાગ્યેશભાઈ જહા, શ્રી મનસુખભાઈ સલ્લા, ડૉ. ભરતભાઈ જોષી, ડૉ. દલપત પઢિયાર, ડૉ. મીનલ દવે, શ્રી રવજી ગાબાણી, શ્રી નર્મદભાઈ ત્રિવેદી (પૂર્વ મુખ્ય સંયોજક), શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી (વર્તમાન મુખ્ય સંયોજક) વગેરેનાં વક્તવ્યો, શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે યોજાશે. આજ સુધીની ગોષ્ઠીમાં જેમનું યજમાનપદ સાંપડ્યું તે તમામ સંસ્થાઓના સંચાલકશ્રીઓનું ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવશે.
શિક્ષણ સંવર્ધન અભિયાન ‘સમન્વય’ની ખાસ વિશેષતા એ છે કે, તેનું કોઈ બૅંક એકાઉન્ટ નથી કે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી. તેના મુખ્ય સંયોજક અને સહસંયોજકો વગેરેની પસંદગી સર્વાનુમતે કરવામાં આવે છે. તેમાં જોડાવા માટે કોઈ સભ્ય ફી નથી અને ગોષ્ઠીમાં ઉપસ્થિત રહેવા કોઈ ફી ભરવાની હોતી નથી. ‘ભાવે તે આવે અને આવે તે ટકે’ના સૂત્રને વરેલું આ અભિયાન તેની પ્રતિબધ્ધતા માટે જાણીતું છે. નવું જાણવું-શીખવું અને તેનો અમલ વર્ગખંડમાં કરવો તેવો થનગનાટ ધરાવતા વિવિધ શાળા-કૉલેજના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો વગેરે આ અભિયાનમાં જોડાયેલા છે. ગોષ્ઠીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સભ્યોને સમયાંતરે એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવે છે. સૌ સમન્વયસાથીઓ શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા હંમેશાં તત્પર રહેતા હોય છે, એમનાં પ્રદાન બદલ રાજ્ય-રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત થયાં છે. વિવિધ સંસ્થાઓ દ્વારા પણ અનેક સન્માનોથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં યોજાયેલી ગોષ્ઠીમાં સંતો, સાહિત્યકારો, કુલપતિશ્રીઓ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, સમાજશ્રેષ્ઠીઓ વગેરે આવી ચૂક્યા છે.
100મી ગોષ્ઠી સૌના માટે અવિસ્મરણીય અવસર બની રહેશે. સૌ સમન્વયસાથીઓમાં આ અવસરનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્થાની પરિપાટિ પ્રમાણે આ પ્રસંગે આમંત્રિત મહેમાનો અને કાયમી સભ્યો જ સામેલ થઈ શકશે.

Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें 

Advertising Space


स्वतंत्र और सच्ची पत्रकारिता के लिए ज़रूरी है कि वो कॉरपोरेट और राजनैतिक नियंत्रण से मुक्त हो। ऐसा तभी संभव है जब जनता आगे आए और सहयोग करे.

Donate Now

लाइव कैलेंडर

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930